‘આપ’ના ફેક્ટર સામે રણનીતિ તૈયાર કરવા મોદી દિલ્હીમાં

10 વર્ષ પેહલા
  • કૉપી લિંક

કોંગ્રેસ સાથે મળીને દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહેલા નવા રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીએ ભાજપ દ્વારા 2014 માટે તૈયાર કરેલી રણનીતિ પર પુનઃ વિચાર કરવા મજબુર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ જે પ્રકારે દિલ્હીમાં પ્રદર્શન કર્યુ છે, તેને લઈ આગામી લોકસભા ચૂંટણીને લઈ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.

આથી જ આજે ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા મિશન 2014 માટેની રણનીતિ પર નવેસરથી વિચારણા કરવા માટે દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી છે. જ્યાં પ્રચાર સમિતિના અધ્યક્ષ અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આપના ફેક્ટરને ખાળવા રણનીતિના નવા ચેપ્ટર તૈયાર કરવામાં આવશે. કારણ કે પાર્ટીનો એક વર્ગ દિલ્હીમાં મુખ્યપ્રધાન બનવા જઈ રહેલા અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદીના મિશન પીએમ માટે ખતરો માની રહ્યો છે.

આપની ધમાકેદાર એન્ટ્રી બાદ રાજનાથ સિંહની અધ્યક્ષાવાળી ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિમાં કેટલાક વધારાના નામ પણ જોડવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનમાં કોંગ્રેસના સૂપડાં સાફ કરનાર વસુંધરા રાજે સિંધિયા સહિત અન્ય કેટલાક નેતાઓને સમિતિમાં સ્થાન મળી શકે છે.

આજે યોજાનારી આ બેઠકમાં ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં દિલ્હીમાં આપનો ઉદય ચર્ચામાં મોખરે રહેશે. આજે આ બેઠક બાદ 31 ડિસેમ્બરે પણ ચૂંટણી પ્રચાર સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં વિધિવત રીતે વસુંધરા રાજેનું નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

આગળ વાંચોઃ પ્રચાર સમિતિમાં કોણ-કોણ છે

.

    લોકસભા ચૂંટણી 2024

    Today Weather Update

    Our Group Site Links