‘આપ ઇફેક્ટ’માં ઠરી ગયું ભાજપઃ તાબડતોડ હાથ ધર્યું ‘મિશન’!

10 વર્ષ પેહલા
  • કૉપી લિંક

-ભ્રષ્ટ અધિકારીની મિલકતો ટાંચમાં લેવાશે
-કાયદો; એસીબીને વ્યાપક સત્તા આપતા સ્પેશિયલ કોર્ટ્સ એક્ટનો મુસદ્દો તૈયાર


સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે અભૂતપૂર્વ લોકજુવાળ જગાવનાર આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મળેલી સફળતાના પગલે ભાજપે તો રાજકીય વ્યૂહરચના બદલવાની દિશામાં પગરણ માંડયા છે ત્યારે મોદી સરકારે પણ પરોક્ષપણે અને સરકારી રાહે જે પગલાં ભરવા માંડયા છે તેમાં એક મહત્ત્વના નિર્ણયરૂપે રાજ્યના આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ સહિ‌તના ઉચ્ચ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરો(એસીબી) સીધા જ કડક પગલાં ભરી શકે તેવી કાયદાકીય જોગવાઈ સાથેનો એક ખરડો તૈયાર કરવામાં આવ્યો છે. કાયદા વિભાગની મંજૂરી મળ્યે તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

ગૃહ વિભાગ અને એસીબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ સૂચિત 'સ્પેશિયલ ર્કોટ્સ એક્ટ’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને હાલ તે કાયદા વિભાગની મંજૂરીની રાહ જોઈ રહ્યો હોવાનું ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આ સૂચિત ખરડામાં ભ્રષ્ટાચારના કેસ ચલાવવા ખાસ નવી કોર્ટની રચના કરવાની પણ જોગવાઈ કરાઈ છે. હાલ રાજ્યમાં જે એસીબી કોર્ટ કાર્યરત છે તેની સંખ્યામાં પણ વધારો કરાશે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

.

    લોકસભા ચૂંટણી 2024

    Today Weather Update

    Our Group Site Links