Gujarati Poem & translation: હું તો ચપટીભર ધૂળ (I’m a mere spec of dust)


Spec of Dust
I wrote a poem in Gujarati (below) and then a short translation in English (scroll down).

હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

તમે મોટા
તમે નેતા
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ
સંસાર સાગરમાં હું તો ચપટીભર ધૂળ

તમે શ્રાવક
તમે સમૃદ્ધ
તમે ધનવાન
તમે આગેવાન
તમે જાનામાંના,
તમારા દાંત દેખાડવાના

અમારા દાંત ચાવવાના
જિંદગીના જેર પચાવવાના
ટીપે ટીપે ઘડાવાનું
દોરે એમ દોરાવાનુંદોરવાનું

પગ તળે કચરાવ તોયે એજ મારું અસ્તિત્વ
ન ભુસાવ, ન ઘસાવ
ન કરમાવ, ન શરમાવ
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

નમ્રતા છે….
પગ તળે કચરાવ છું ને….
પણ પૈસાથી અંજાવ નહિ
લાલચ થી લલચાવ નહિ
ધમકી થી ગભરાવ નહિ
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

તમારે માટે મોટો કોયડો
કેમ ભાઈલા ઉકેલશો મને?
માત્ર ચપટીભર ધૂળ છું
તોયે તમારું મન કઠે છે
મને નાબુદ કરવાની હઠે છે
અંધારામાં રાખવા મથે છે

પણ કેટલી મોટી ગુંચવણ
અહીંથી કાઢો તો હવા મને ત્યાં તેડી જાય
ક્યારેક મંદિરમાં તો ક્યારેક મસ્જીદમાં
મારું આગમન ત્યાં મારું સ્વાગત
હું કંઈ નથી પણ હું બધેય છું
તમે છો તેમ હુય છું

ઈશ્વરના આપણે બેઉ સંતાન
ભાઈલા હું તમારી બહેન
તમારી મારી નથી બરોબરી
પણ શાને કાજે આ હરીફાઈ
મને સંકોરીને ઉડવા મથતી તમારી મોટાઈ
હું કંઈ નથી છતાં આ અદેખાઈ?

તમે ઉડો, ખુબ ઉપર ઉડો
નામના મેળવો, પ્રસિદ્ધ થાવ
મને ઉત્કંઠા નથી, મને ઝંખના નથી
મને પ્રસિદ્ધિ ની એવી કામના નથી

માત્ર ઝંખું છું ઈશ્વર સામે ટકે એવી સચ્ચાઈ
ખરું કહેવામાં મન શાને લજાય?
મારા પોતાના રંગે ભરું જીવન માં મીઠાશ
ફેલાવું પ્રેમની ચારેકોર સુવાસ
મને સંકોરીને ઉડવા મથતી તમારી મોટાઈ
શાને ભાઈલા કરો તમે અદેખાય

હું તો જગમાં મરજી મુજબ બીરાજુ
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ
બીરજવા દયો, કચરાવા દયો
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

Loose English translation

I am a mere spec of dust

Image result for speck of dust

I am a mere spec of dust
You are leader, commander
Rich, famous,
Chief Controller
I am just a spec of dust
In the mighty machinery of the universe 

I am nothing, yet I’m everywhere
Like you, I too am everywhere
My brother, I am your sister

For you, I am a puzzle
How will you solve me?
A mere spec of dust
You want to control, keep in the dark

We don’t yearn to be rich or famous
So why do you blame us?
Why are you jealous?
Why do you seek to control us
To contain, imprison and cage us?
In artificial domestic walls?
of customs, norms and traditions?

I wish, you soar, and soar high
Get richer, famouser, and fly
I, am a mere spec of dust

I am humble….
You may stamp on me
But know — I won’t go away
When driven out from here
Wind carries me on its wings, there…

With trifles, I can’t be bribed
From false praise, I’m not impressed
Don’t even try, I won’t be threatened

I only yearn to live truth
That which will stand up in the toughest court
To live, learn, and love and love
And live with my consciousness
With my will, live my truth

I’m a mere spec of dust
I may be stamped upon
But live free, live my truth

  1. #1 by vijayshah on March 5, 2016 - 3:56 pm

  2. #2 by vijayshah on March 5, 2016 - 4:09 pm

    ડૉ દર્શના બહેને એક જ વાક્યમાં કહી ફીધું કે
    “હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ”
    પછી તેમની કલ્પનાઓ લઘુ ગુરુ કરતા કરતા ત્યાંને ત્યાં જ આવે છે જે સત્ય હકીકત છે
    “અંતે તો રાખ એટલુ યાદ રાખ”
    ગમે તેટલા અભિમાનમાં રાચતા સૌ સામાજિક પરિબળોને તેઓ કહી દે છે કે હું તો ઇશ્વર રજ..મને નકોઇ અપેક્ષા મહાન થવાની હું તો જે છું તેજ રહેવાની.. કારણ કે હું ઇશ્વર રજ.

    “હું તો જગમાં મરજી મુજબ બીરાજુ
    હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ
    બીરજવા દયો, કચરાવા દયો
    હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ ”

    બહુ ઉમદા વાત અને તે નીડરતાથી કહેવાય છે કે ગમે તે પરિસ્થિતિ હશે હું તેમાં થી સુખ્રૂપ જ બહાર આવીશ કારણ કે હું છું ઇશ્વર રજ….

  3. #3 by Ramji Patel on March 6, 2016 - 11:18 am

    Darshana Wonderfully written and expressed nice to see you started to bloom spring is coming and  hope your inspiration will bloom with spring.Keep it up.Blessing  ramjibhai 

  4. #4 by tarulata on March 6, 2016 - 8:21 pm

    very good

  5. #5 by Arti Badani on March 8, 2016 - 1:02 pm

    Very Well Written!!! Totally Loved it!

  6. #6 by Kalpana Raghu on October 24, 2019 - 9:56 am

    ખૂબ જ સરસ.આપણા કાવ્યમાં શરણાગતિ ની સુવાસ આવે છે. ‘હું તો ચપટીભર ધૂળ’ કહીને નમ્રતાની ભાવના દેખાય છે.પણ સાથે હું ઈશ્વર રજ કહીને સમર્પણ અને શરણાગતિ નો ભાવ વ્યક્ત કર્યો છે.પછી કંઇજ બાકી રહેતું નથી.એકત્વ નો અનુભવ!

  1. Gujarati Poem & translation: હું તો ચપટીભર ધૂળ (I’m a mere spec of dust) | શબ્દોનુંસર્જન

Leave a comment