VTV News

1.2M Followers

આદેશ / કેન્દ્ર સરકારે કોરોનાને લઈને ઓફિસ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે નહીં મળે વધુ છૂટછાટ

15 Feb 2021.07:31 AM

મંત્રાલયે કહ્યું કે કાર્ય સ્થળ પર કોરોના કેસ આવશે તો ઓફિસને અને બ્લોકને સેનેટાઈઝ કરાશે પણ ઓફિસ બંધ નહીં કરાય.

  • કોરોના સંક્રમણને લઈને જાહરે થયા નવા આદેશ
  • ગૃહમંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
  • પહેલાની જેમ ઓફિસમાં જ કામ કરશે કર્મચારીઓ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ સંક્રમણને રોકવાને માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેના અનુસાર હવે સંક્રમણના એક કે બે કસ આવે છે તો ફક્ત ઓફિસના તે ભાગને સેનેટાઈઝ કરાશે. જ્યાં દર્દી કામ કરી રહ્યો હતો. મંત્રાલયે કહ્યું કે જો કાર્ય સ્થળે વધારે કેસ આવશે તો ઓફિસ અને બિલ્ડિંગને સેનેટાઈઝ કરાશે અને ફરી કામ શરૂ કરાશે.

નવી ઓસઓપીમાં છે આ નિયમ

  • કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા અઘિકરી કે કર્મચારીએ આ વિશે પોતાના અધિકારીને સૂચિત કરવાનું રહેશે. કન્ટેનમેન્ટઝોનમાંથી બહાર આવ્યા બાદ તેઓ ઓફિસ આવી શકશે. ત્યાં સુધી તેઓ ઘરેથી કામ કરી શકશે.
  • કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી ઓફિસ બંધ રહેશે. આ સિવાય લક્ષણો વિનાના કર્મચારીઓને અને અન્ય લોકોને ઓફિસમાં આવવાની પરમિશન મળશે. એસઓપીમાં કોરોનાના બચાવના ઉપાયો પર પણ ભાર મૂકાયો છે.

પહેલાની જેમ ઓફિસમાં વધશે રોનક

આ સાથે કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયના આદેશ અનુસાર કેન્દ્ર સરકારના દરેક કર્મચારીઓને કામના દિવસોમાં ઓફિસ આવવાનું કહેવાયું છે. નવા આદેશ રાજધાની સહિત દેશમાં લાગૂ કરાયા છે. કહેવાયું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યાલય ન આવવાની છૂટ મળશે. તેઓ આ ઝોનમાંથી બહાર આવ્યા બાદ ઓફિસ આવી શકશે.

કોરોના સંક્ટમાં 50 ટકા કર્મચારીઓ જ ઓફિસમાં કામ કરી રહ્યા હતા

કેન્દ્ર સરકારે ગયા વર્ષે કોરોનાના કારણે કેટલીક પાબંદી રાખઈ હતી અને 50 ટકા કર્મચારીઓને કાર્યાલયથી કામ કરવા કહ્યું હતું. આ માટે અલગ અલગ કાર્યાલય સમય પણ નક્કી કર્યો હતો.

રજિસ્ટરથી નોંધાશે હાજરી

આદેશમાં કહેવાયું છે કે નવા આદેશ સુધી બાયોમેટ્રિક હાજરી બંધ કરીને રજિસ્ટરથી હાજરી લેવાશે. આ સાથે દરેક વિભાગ શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સથી મિટીંગ કરશે.

બચાવના ઉપાયોનું કરાશે પાલન

એસઓપીમાં કહેવાયું છે કે દરેક કર્મચારીએ કોરોનાના નિયમોનું ખાસ પાલન કરવાનું રહેશે.

આવી છે નવી એસઓપી

  • કોરોનાના કેસ મળવા પર હવે સીલ નહીં થાય ઓફિસ
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયા નિર્દેશ
  • ઓફિસને સંક્રમણ મુક્ત કર્યા બાદ ફરીથી કાર્ય શરૂ થઈ શકશે
  • તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને ઓફિસમાં હાજર રહેવા નિર્દેશ
  • ઓફિસમાં એક કે બે કર્મચારી કોરોના સંક્રમિત મળે તો ઓફિસ ચાલુ રહી શકશે
  • સંક્રમિત વ્યક્તિ જે સ્થળે ગયા હોય તે સ્થળને સંક્રમણ મુક્ત કરવામાં આવશે
  • કોઈ ઓફિસમાં વધુ કેસ મળે તો સમગ્ર બિલ્ડિંગને સંક્રમણ મુક્ત કરવાની રહેશે
  • કન્ટેનમેન્ટ ઝોનમાં તમામ ઓફિસ અને કાર્યલયો બંધ રહેશે
  • માસ્ક અને સામાજિક અંતર રાખવું હજુ પણ ફરજિયાત
  • ઓફિસમાં તમામ કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનિંગ થવું પણ જરૂરી
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags