Search This Website

Sunday, March 28, 2021

સસ્તામાં સોનુ ખરીદવાની તક ન ગુમાવતા : જલ્દી 48 હજારને પાર થઇ શકે કિંમત, જાણો આજનો લેટેસ્ટ ભાવ

 

સસ્તામાં સોનુ ખરીદવાની તક ન ગુમાવતા : જલ્દી 48 હજારને પાર થઇ શકે કિંમત, જાણો આજનો લેટેસ્ટ ભાવ


gold price today

જો તમે હોળી પર સોનાની ખરીદી કરવાનુ વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણકે સોનુ સસ્તુ થઇ ગયુ છે.

  • સોનાના ભાવમાં ઘટાડો
  • ચાંદીની કિંમતમાં પણ ઘટાડો
  • વધી શકે છે સોના-ચાંદીના ભાવ

: MCX પર સોના (Gold) ના જૂન વાયદા હળવા ઘટાડા સાથે ખુલ્યા, ટ્રેડિંગ એક સિમિત દાયરામાં થઈ રહ્યો છે. પરંતુ ચાંદીમાં સતત ઘટાડો ચાલુ છે. MCX પર ચાંદીનો મે વાયદો 500 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈ કાલે ચાંદી મે વાયદા 1000  રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે બંધ થયો હતો. ચાંદીના ભાવમાં ત્રણ દિવસમાં 1400 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. 


MCX Gold: આજે MCX પર સોનાના જૂન વાયદાની શરૂઆત થઈ છે. હાલ 130 રૂપિયાની નબળાઈ સાથે 44300ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજે સોનામાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 300 રૂપિયાથી વધુ મજબૂતી સાથે બંધ થયો હતો. આ અગાઉ સોમવારે સોનાનો MCX વાયદો 44,000 ની નીચે ગયો. આ દરમિયાન સોનાએ 43320 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઈન્ટ્રા ડે પણ સ્પર્શ્યો. વીતેલા એક સપ્તાહની વાત કરીએ તો ગત અઠવાડિયે સોમવારે સોનું 44905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોનું 600 રૂપિયાથી વધુ સસ્તું થઈ ચૂક્યું છે. 


અત્રે જણાવવાનું કે સોનાના આ નવા ભાવ વીતેલા એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગત અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં પાંચવાર ઘટાડો નોધાયો છે. 


ભારતમાં સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સોનાના ભાવમાં 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે. ઘટાડા બાદ સોનાનો ભાવ પણ બદલાયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 43920થી ઘટીને 43760 રૂપિયા થયો હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 44920 થી ઘટીને 44760 રૂપિયા થયો છે. છેલ્લા 6 મહિનામાં સોનાનો ભાવ 10000 રૂપિયા જેટલો ઘટ્યો છે. 


ગુડ રિટર્ન વેબસાઇટ પર દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને ચેન્નઇમાં 10 ગ્રામ સોનાની કિંમત 42160 રૂપિયા છે. મુંબઇમાં સોનાનો ભાવ 43760 રૂપિયા છે. 

22 અને 24 કેરેટ સોનાની કિંમત 
આજે કેરળમાં જો તમે 22 કેરેટ સોનુ ખરીદી રહ્યાં છો તો તમારે 41700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આપવા પડશે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 45490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 અને 24 કેરેટ સોનાની કિંમત 47840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પટનામાં 22 કેરેટ અને 24 કેરેટનો ભાવ ક્રમશ: 4370 અને 44760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

48000 સુધી પહોંચી શકે છે સોનુ
ગુપ્તાએ કહ્યું કે સોનાની કિંમત વર્તમાનમાં 44400 છે પરંતુ તે જલ્દી જ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ શકે છે. અનુજ ગુપ્તાએ કહ્યું કે આગલા બે મહિનામાં સોનાના ભાવ 48000 સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી આગલા બે મહિનામાં 70000 થી 72000 રૂપિયા સુધી પહોંચી શકે છે. 

શુક્રવારે ઘટ્યો ભાવ 
હોળી વિકેન્ડમાં આવી રહી છે અને શુક્રવારના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગુડ રિટર્ન વૅબસાઇટ અનુસાર જો તમે આજે સોનુ ખરીદવા ઇચ્છો છો તે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 43,920 રૂપિયા છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ 44,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

MCX પર સોનાનો ભાવ 159 રૂપિયા ઘટીને 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 345 રૂપિયા ઘટાડો આવ્યો અને 64,900 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ ગયો છે. 

ઇનવેસ્ટ કરવુ કેટલુ ફાયદાકારક ? 
કોમોડિટી વિશેષજ્ઞો અનુસાર સોના અને ચાંદી બંનેના સેન્ટિમેન્ટ્સ સકારાત્મક છે અને ઇનવેસ્ટર્સને સોના અને ચાંદી બંનેમાં ઇનવેસ્ટ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે MCX પર સોનાની કિંમત 48000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 72000 રૂપિયા પ્રતિ 1 કિલો પહોંચવાની શક્યતા છે. 

IIFL સિક્યોરીટીઝમાં કોમોડીટીઝ અને કરન્સી ટ્રેડના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાએ સોના અને ચાંદીની કિંમતો પર વાત કરતા કહ્યું કે સોનાની કિંમતમાં આ ઘટાડો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતના કારણે આવ્યો છે. 



No comments:

Post a Comment