Header Ads

બેસ્ટ ગુજરાતી સ્ટેટ્સ 2022 ગુજરાતી ફોન્ટમાં

સ્ટેટ્સમાં રાખી શકાય તેવા બેસ્ટ ગુજરાતી સ્ટેટ્સ ક્વૉટ્સ 2022

આજના આ ડિજિટલ યુગમાં માણસો સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહેતા હોય છે. આ લોકો ખાસ કરીને સ્ટેટ્સ પોસ્ટ મુકવામાં ખૂબ જ રસ દાખવતા હોય છે. આ માટે સોશિયલ મિડિયામાં મૂકી શકાય તેવા બેસ્ટ સ્ટેટ્સ ક્વૉટ્સ અહીં મૂક્યાં છે.

સ્ટેટ્સ પોસ્ટ આધારે વ્યક્તિની સાખ અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ મળતું હોય છે. આવી બેસ્ટ સ્ટેટ્સ 2022 અહીં રજૂ કરી છે, ચોક્કસ તમને ગમશે જ.

બેસ્ટ ગુજરાતી સ્ટેટ્સ 2022 ગુજરાતી ફોન્ટમાં


Gujarati Status 2022


પ્રેરણાદાયક સ્ટેટ્સ

અરીસામાં માણસો માત્ર સૌંદર્ય જોવા માંગે છે, સત્ય નહિ.

દરેક સંબંધ હુંફ માંગે છે, ભલે પછી એ શબ્દોની હોય, સ્પર્શની હોય કે વિચારોની હોય.

માણસની ભૂલોને માફ કરી શકાય, ચાલાકીઓને નહિ.

જ્યારે કોઈનું હાસ્ય આપણી જવાબદારી બની જાય તો સમજવું કે સબંધ હવે પૂરા દિલથી બંધાયો છે.

અમુક છોડે તો અમુક તરછોડી દે છે, પણ મૂલ્ય એનું જ આંકજો જે છેલ્લે સુધી જોડે છે.

થોડી ફરિયાદો ચોક્કસ હોવી જ જોઈએ કેમકે બહુ મીઠાં સબંધ વફાદાર હોતા નથી.

હાલ કે સમાચાર પૂછવાથી કોઈ સારૂં થઈ જતું નથી પણ એક આશા બંધાય છે દુનિયાની ભીડ-ભાડમાં કોઈ આપણું છે.

બેસ્ટ સ્ટેટ્સ 2022


♂ બેસ્ટ ગુજરાતી ટુચકા વાંચો : અહીં ક્લિક કરો

મેરેજ એનેવર્સરી શુભેચ્છા સંકલન : ક્લિક કરો

શુભ સવાર શુભેચ્છાઓ : અહીં ક્લિક કરો


સમય મૂંગો નથી, બસ ખરા સમયે સમજાવે છે કે એને બોલતાં આવડે છે.

કાલનો દિવસ આજ કરતાં સારો હશે; એ  વિશ્વાસ પર દુનિયા કાયમ છે.

કોઈની લાગણી દુભવ્યા પહેલા જરૂર વિચાર કરવો કે કે એની જગ્યાએ આપણે હોઈએ તો.

Whatsapp  સ્ટેટ્સ

વી.આઇ.પી. લોકો પાસે સંબંધમાં માત્ર સલાહ મળશે, જ્યારે સમાન લેવલવાળા સાથે બાંધેલા સબંધો અડધી રાત્રે પણ કામ આવે.

બધી જ જાણ હોય કે કયા કઈ રમત રમાય રહી છે તેમ છતાં ચૂપ રહી સબંધ સાચવવા એજ સાચા સંસ્કાર.

Gujarati Status

લાગણી હવે સમજદાર થઈ ગઈ છે, રંગરૂપ ને રોકડા જોઈને જ આગળ વધે છે.

કોઈપણ વ્યક્તિને ખોટો ઠેરવ્યા પહેલા એની પરિસ્થિતિ જાણવાનો અચૂક પ્રયત્ન કરવો જોઈએ.

પસંદગી એવા જ પાત્ર કે વ્યક્તિની કરવી કે ગમે તે સ્થિતિમાં તમારો સાથ ન છોડે.

ગુજરાતી સ્ટેટ્સ

હસી-હસીને વિકસાવેલા સબંધ અંતે ખૂબ જ રડાવે છે.

ધનવાન એ નથી કે જેના ઘરે ધન રૂપિયાનો ભંડાર છે, જેના ઘરે હસતી દીકરી કે વહુ છે તે સાચો ધનવાન છે.

દિવસમાં એકવાર એની સાથ વાત અચૂક કરવી જોઈએ જે તમારી સાથે વાત કરવા આખો દિવસ રાહ જોતું હોય.

પરિશ્રમ કે મહેનત કરવામાં શરમ કે સંકોચ ના કરાય વ્હાલા, કેમકે સોનાની નગરીવાળા દ્વારકાધીશને કયાં ગાયો ચરાવવાની જરૂર હતી.

Best Gujarati Status

ઘણીવાર શબ્દો નહિ વર્તન જ કહી દે છે કે સામેની વ્યક્તિ આપણી કદર કરે છે કેમ ?

બહુ સારો સ્વભાવ સારો નહિ, કેમકે પછી એ સમજાતું નથી કે કદર થઈ રહી છે કે ઉપયોગ.

જીવનમાં કોઈ એક ડિલિટ બટન રાખવું જોઈએ, જેથી થોડા સબંધ, ખોટા માણસો અને થોડી યાદો જરૂર દૂર કરી શકાય.

Best Gujarati Status

પોતાની ખામીઓ પર નજર રાખવી જોઈએ, કેમકે હમેશાં સામેવાળા પણ ખોટા ના હોય.

જીવનમાં માફ કરતા શીખો કેમકે કુદરત કરમ પ્રમાણે સજા અવશ્ય આપી દેશે.

અનુભવ હંમેશા બધા વાંચી શકતાં નથી.


વિવિધ પ્રકારની અપડેટ માટે અમારી વેબસાઈટ www.comedyaddo.in  ની મુલાકાત લો અને અમારા સોશિયલ મીડિયા પેજ @comedy addo ને ફોલો અને લાઈક કરો.








ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.