ABP અસ્મિતા

414k Followers

T20 World Cup 2021 Schedule: ICCએ ટી20 વર્લ્ડ કપનો શેડ્યૂલ જાહેર કર્યો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

17 Aug 2021.11:00 AM

ICC T20 World Cup 2021 Schedule: આઈસીસીએ ટી20 વર્લ્ડ કપ 2021નું શેડ્યૂઅલ જાહેર કરી દીધું છે. આ શેડ્યૂઅલ અનુસાર 17 ઓક્ટોબરથી રાઉન્ડર 1 શરૂ થશે. જ્યારે 23 ઓક્ટોબરથી સુપર-12ની મેચ શરૂ થશે અને 14 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે.

ટી20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં રમાનાર છે. આઈસીસીએ આજે ટી 20 વર્લ્ડ કપનું શેડ્યૂલ ડિજિટલ શોમાં જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડ કપ વિશે, બે અલગ અલગ ગ્રુપ અને તેમાં સામેલ ટીમોની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે.



ગ્રુપ 1 અને ગ્રુપ 2 સહિત કુલ આઠ ટીમો સુપર 12 માં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે.

હવે સુપર 12માં સ્થાન મેળવવા માટે આઠ ટીમો પ્રથમ રાઉન્ડમાં સ્પર્ધા કરતી જોવા મળશે. તેમાંથી આયર્લેન્ડ, નેધરલેન્ડ, નામીબીયા અને શ્રીલંકાને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે જ્યારે ઓમાન, પાપુઆ ન્યૂ ગિની (PNG), સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બંને જૂથની ટોચની બે ટીમો અને બાકીની આઠ ટીમો બીજા રાઉન્ડમાં ભાગ લેશે.

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021નો સંપૂર્ણ કાર્યક્રમ

ભારત ગ્રુપ 2માં

ટી20 વર્લ્ડ કપ માટે ભારતને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે ગ્રુપ 2માં રાખવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડ પછી, તેમાં ગ્રુપ B ની વિજેતા ટીમ અને ગ્રુપ A ની રનર્સ અપ ટીમનો સમાવેશ થશે.

બીજી બાજુ, ગ્રુપ 1માં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામેલ છે. પ્રથમ રાઉન્ડ પછી, તેમાં ગ્રુપ A ની વિજેતા ટીમ અને ગ્રુપ B ની રનર્સ અપ ટીમનો સમાવેશ થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags