SBI અને HDFC સહિત કેટલીય બેંકોએ FD રેટ્સ વધાર્યા:FD કરાવતા પહેલાં એ જાણી લો હવો ક્યાં મળશે વધુ ફાયદો, જુઓ નવા વ્યાજદર

1 વર્ષ પેહલા
  • કૉપી લિંક

RBIના રેપો રેટ વધાર્યા પછી હવે બેંકોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધુ વ્યાજ આપવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ દેશની સૌથી મોટી બેંક SBI, HDFC, યસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે FDના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. એવામાં જો તમે આ દિવસોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવા જઇ રહ્યા છો તો તમને બેંકના વ્યાજદરોની જાણકારી હોવી જોઇએ. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ તમને ક્યાં રોકાણ કરવા માટે કેટલું વ્યાજ મળશે.

ક્યાં મળી રહ્યું છે કેટલું વ્યાજ

FD પર મળનારા વ્યાજ પર પણ આપવો પડશે ટેક્સ
FD પર મળનારું વ્યાજ સંપૂર્ણ રીતે ટેક્સેબલ હોય છે. તમે એક વર્ષમાં FD પર જે પણ વ્યાજ કમાઓ છો, તે તમારી એન્યુઅલ ઇન્કમમાં જોડાય છે. કુલ આવકના આધાર પર, તમારો ટેક્સ સ્લેબ નિર્ધારિત કરવામાં આવે છે. એટલે કે FD પર મળનારું વ્યાજ ઇન્કમના "ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ" માનવામાં આવે છે. એટલા માટે તેને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કે TDSની હેઠળ ચાર્જ કરવામાં આવે છે. જ્યારે તમારી બેંક તમારી વ્યાજની આવક તમારા અકાઉન્ટમાં જમા કરે છે, તો તે સમયે TDS કાપવામાં આવે છે. આવો જાણીએ FD પર ટેક્સથી જોડાયેલા કેટલાક પોઇન્ટઃ

  • જો તમારી કુલ આવક એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી ઓછી છે, તો બેંક FD પર TDS નથી કાપતી. જોકે એના માટે તમારે ફોર્મ 15G કે 15H જમા કરાવું પડે છે. એવામાં જો તમે TDS બચાવવા માગો છો તો ફોર્મ 15G કે 15H જરૂર જમા કરાવો.
  • જો બધી FDથી તમારી ઇન્ટરેસ્ટ ઇન્કમ એક વર્ષમાં 40,000 રૂપિયાથી ઓછી છે તો TDS નથી કાપવામાં આવતો. ત્યાં જો તમારી વ્યાજની આવક 40,000 રૂપિયાથી વધુ છે તો 10% TDS કાપવામાં આવશે. પેનકાર્ડ ન આપવા પર બેંક 20% કાપી શકે છે.
  • 40,000થી વધુ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર TDS કાપવાની આ લિમિટ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે છે. ત્યાં 60 વર્ષથી વધુ ઉંમર એટલે કે સિનિયર સિટિઝનની FDથી 50 હજાર રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હોય છે. આનાથી વધુ આવક થવા પર 10% TDS કાપવામાં આવે છે.
  • જો બેંકે તમારી FD ઇન્ટરેસ્ટ ઇન્કમ પર TDSને કાપી લીધો છે અને તમારી કુલ આવક ઇન્કમટેક્સ હેઠળ નથી આવતી તો તમે કાપેલા TDSને ટેક્સ ફાઇલ કરતી વખતે ક્લેમ કરી શકો છો. તે તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે.