Pages

Search This Website

Friday 16 June 2023

ગમે તેવો માથાનો દુ:ખાવો કરો દૂર ફક્ત 10 જ મિનિટમાં, એ પણ ઘરેલું ઉપાયથી.

ગમે તેવો માથાનો દુ:ખાવો કરો દૂર ફક્ત 10 જ મિનિટમાં, એ પણ ઘરેલું ઉપાયથી.


મિત્રો જો તમારે સારું અને હેલ્થી જીવન જીવવું હોય તો તમારે તંદુરસ્ત રહેવું જરૂરી છે. તે માટે તમારે હદય તથા શરીરના બીજા અંગોને પણ સ્વસ્થ રાખવા જોઈએ. જો તમે પેટની બીમારી, કબજિયાત, માથાનો દુખાવો વગેરેથી પીડાતા હોય તો તમારે મોબાઈલ વગેરે નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વધુ પડતા ઉજાગરા ન કરવા જોઇએ.

માથાનો દુખાવો હંમેશા મગજ સુધી લોહી ન પહોંચવાને કારણે થાય છે જો વધારે પડતી ગોળીઓ નો ઉપયોગ કરવામાં આવે તો લીવર અને કિડનીમાં અસર થાય છે જેના કારણે લાંબા ગાળે ખરાબ અસર જોવા મળે છે તો મિત્રો આજે આપણે માથાનો દુખાવો દૂર કરવા માટેના ઉપાયો જાણીશું.




માથાનો દુઃખાવો મટાડવાના ઘરેલું ઉપચારો:-

માથાનો દુઃખાવો થાય ત્યારે અનુલોમ-વિલોમ કરવાથી મગજ સુધી લોહી પહોંચે છે અને હદયના ધબકારા કંટ્રોલ માં આવે છે જેના કારણે માથાનો દુખાવો મટે છે. 10 મિનિટ સુધી પ્રાણાયામ કરવાથી માથાનો દુઃખાવો મટી જાય છે અને તે સાથે કબજિયાત અને એસિડીટી માં પણ રાહત થાય છે.

દરેક ના ઘરમાં મળી રહે તેવો અજમા ને ગરમ કરીને પોટલી બાંધી તેને સુંઘવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે. તજના પાઉડર નો પાણી માં લેપ બનાવી તેને કપાળમાં લગાવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. જ્યારે પણ વધારે પડતો દુખાવો હોય ત્યારે ચોખ્ખું ઘી લગાવાથી તરત જ દુખાવો મટી જાય છે.

બદામના તેલને 10 મિનિટ સુધી માલિશ કરવાથી આરામ મળે છે તે પછી ચંદનને પાણીમાં ઘસીને લેપ કરવાથી માથાનો દુખાવામાં રાહત થાય છે. તે લેપ ખુબજ ઠંડો હોવાથી માથાના દુખાવામાં રાહત આપે છે. દૂધમાં ઘી ભેરવીને પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

આમળાનું ચૂર્ણ, સાકર અને ઘીને ભેરવીને ખાવાથી દુખતા માથામાં ફાયદો થાય છે અને આરામ મળે છે. એક પાણીમાં એક ચમચી હળદર નાખીને પીવાથી માથાનો દુઃખાવો મટે છે. ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને નાક માં તેના ટીપા નાખવાથી માથાનો દુખાવો મટે છે.

અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી તુલસીના રસ ને સરખે ભાગે લઈ પીવાથી પણ માથાનો દુઃખાવો મટે છે. તુલસીના પાન અને અગરબત્તી ને વાટીને માથાના ભાગમાં લેપ કરવાથી માથાનો દુઃખાવો મટી જાય છે. લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser