દાદાજી સોગાદ વહેચી રહ્યા છે! ચાલો લૂંટવા! --- નાની મૂડીના રોકાણથી વેપાર શરુ કરવાની ઉત્તમ તક !

For ENGLISH readers 

For HINDI readers                               


     દાદાજી સોગાદ વહેંચી રહ્યા છે! ... ચાલો લૂંટવા!

નજીવા / શૂન્ય રોકાણથી સૌર વેપાર (Solar Business) કરવાની તક

 



શું તમે ક્યારેય લોટરી, કોઈ 'ગીવ અવે' એટલે સૉગાદ વહેંચણી કે સ્વીપસ્ટેક્સનું ઇનામ જીત્યું છે? આવા ઉદાસી ઇમોટિકન 😞 પ્રકારનો ચહેરો બનાવીને, ‘ના’ ના કહો! ફક્ત તમારી આસપાસ જુઓ ... તમારી આખી જીવનયાત્રા જુઓ. તમને ખ્યાલ આવશે કે લગભગ દરેક વસ્તુ,વ્યક્તિ, કોઈ સલાહ, સહાય કે પ્રસંગ જેઓએ તમને ખુશી આપી ... તે એક ભેટ જ તો હતી! તેમને પૂછો, જેમણે તાજેતરમાં જ અનુભવ કર્યો છે કે ફક્ત ઑક્સિજનનો એક જ શ્વાસ પણ કેટલો કિંમતી છે!

 હવે એ સમજી જવાનો સમય પાકી ગયો છે કે વિશ્વએ એકજૂથ બનવાનું છે અને પ્રકૃતિની સુરક્ષા કરવી જ પડે તેમ છે. ચિરકાળથી દાદાજી (સૂર્ય) મફતમાં સતત ઊર્જા પૂરી પાડે છે! 

અરે... મહાકાવ્ય રામાયણ અનુસાર દાદાજીએ શ્રી રામને પણ મદદ કરી હતી ! એક શ્રાપનું દેણું ચુકવવા જ્યારે એક ગાંધર્વ, રાક્ષસ કુળમાં 'રાવણ' નામે જન્મ્યો અને ખુબ તપસ્યાઓ કરી શિવજી અને બ્રહ્માજીના આશિર્વાદો મેળવીને જ્યારે માનવ દેહે અવતરેલ વિષ્ણુ - શ્રી રામ સામે લડવા આવેલ ત્યારે યુદ્ધાંત નજીક પહોંચીને શ્રી રામને પણ થકવી દીધા ... ત્યારે શ્રી રામે પણ અગત્સ્ય મુનિની સલાહથી દાદાજીનો "આદિત્યહૃદય સ્તોત્ર" ત્રણ વખત બોલી... (સૌર)ઊર્જા મેળવી અને ફરી બેઠા થઈ રાવણનો અંત લાવી મોક્ષ આપેલ. 

આ બધુંજ જાણતા હોવા છતાં આપણે આપણા મોટાભાગના શક્તિ, સમય અને મૂડીની ફાળવણી અવકાશની નિર્જીવ સૃષ્ટિનું અન્વેષણ કરવા માટે વાપરીએ છીએ. ભલે, એ પણ અગત્યનું છે પણ પ્રાથમિક તો આપણું ઘર (પૃથ્વી) જ હોય ને!

સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે અને સૌર ઊર્જા ઉત્પન્ન કરીને સંસાધનોને બચાવવા માટે આપણી પાસે મહાસાગરો, તળાવો, પર્વતો, મેદાનોની ખાલી સપાટીઓ છે ઉપરાંત સ્વતંત્ર રહેઠાણો, રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ફેક્ટરીઓ, સંસ્થાઓ, શાળાઓ, વ્યવસાયિક મકાનો, ધાર્મિક સ્થળો, હોસ્પિટલો, મોટરો, હોટેલો, પેટ્રોલ પમ્પો વગેરેની છતો પણ છે જ! 

આપણે એક વર્ષ દરમિયાન ‘મહત્તમ સોલાર પથ’ નું અવલોકન કરવા માટે ઉપગ્રહોનો ઉપયોગ કરી શકીએ છીએ અને તરતા / મૂવેબલ સોલર પાવર જનરેટર પ્લાન્ટ્સને પૃથ્વી ફરતેની 'વીંટી' કે ‘રિંગ’ તરીકે  ગોઠવી શકીએ, જેથી રિચાર્જેબલ બટન સેલથી લઇ ને મોટી સોલાર બેટરીઓ બનાવીને બધા દેશોને પહોંચાડી શકાય!

પૃથ્વી ગ્રહને સમૃદ્ધ બનાવવાનો આવો વિચાર આપવા માટે 'નોબેલ પારિતોષિક' સ્વીકારવા માટે હું તૈયાર જ બેઠો છું ... મોકલો ટિકિટ... હાહાહા 😉

ઠીક ... આ કોઈ દાર્શનિક લખાણ નથી, પરંતુ ચોક્કસપણે ઝડપી લેવા લાયક એક તક નો અહીં ઉલ્લેખ કરવો છે!

(ભારત સિવાયના દેશોના નાગરિકો પણ આ બિઝનેસ મોડેલનું અનુકરણ કરી શકે છે)

 


 

જો હું કહું ... રૂ. 0 થી લઇને રૂ. 1000 / - નું નાનું રોકાણ તમને દર મહિને રૂ. 1,00,000 ની આવક કરાવી શકે... તમને આત્મનિર્ભર બનાવી શકે ... એક એન્ટ્રેપ્રેન્યોર (ઉદ્યમી) બનાવી શકે ... તો તમને કેવું લાગશે? 

એવા લોકો માટે ઘણી તકો ઊભરી રહી છે જેઓ 'યસ બૉસ' કરવા માંગતા નથી અને પોતાનો વેપાર શરુ કરવાનું વિચારી રહ્યા છે, સોલર બિઝનેસ એ આજના યુગની એક શ્રેષ્ઠ પસંદગી છે. 

 7 - 8 મહિના તડકાની રેલમછેલ હોય એવા કેટલા દેશો છે! ભારત એવા 'સૌર સમૃદ્ધ' દેશોમાંનો જ એક છે અને ભારતની એક અગ્રણી કંપની આપણા સહુ માટે આવી એક તક લઇને આવી છે...

સોલાર બિઝનેસ કેવી રીતે શરૂ કરવો?

 
શરૂ કરતાં પહેલાં, તમારે સૌર વ્યવસાયની અંદરની વિવિધ તકો સમજવી જોઇએ:

 
  • તમે સોલર બિઝનેસ ડીલર બની શકો છો

  • તમે સોલર બિઝનેસ ડિસ્ટ્રિબ્યુટર બની શકો છો

  • તમે સોલર ઇન્સ્ટોલર / સિસ્ટમ ઇન્ટિગ્રેટર / ઇપીસી કોન્ટ્રાક્ટર તરીકે પ્રારંભ કરી શકો છો

  • તમે સોલર સર્વિસ સેન્ટર શરૂ કરી શકો છો

  • તમે સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી શકો છો

  • તમે પ્રોજેક્ટ ડેવલપર બની શકો છો

 

સોલાર બિઝનેસ ડીલરશીપ ... શરૂઆતમાં માત્ર 1000 / - રૂપિયા થી જ!

 
જો તમે ઓછા રોકાણ અને ઊંચા વળતર તરફ નજર કરી રહ્યા છો, તો તમે તમારા ઘર અથવા દુકાનમાંથી સોલર ડીલરશીપનો વ્યવસાય શરૂ કરી શકો છો.

 તમારા બિઝનેસની શરૂઆત 7-10 દિવસની અંદર ભારતની પ્રથમ સૌર પેનલ જે એસી પાવર ઉત્પન્ન કરે છે, જે આપણા દેશના દરેક ઘરે વેચી શકાય છે તેના એસી મોડ્યુલનું ફક્ત જ એકમ રાખીને  અથવા રૂ. 25,000 - રૂ.  1,00,000 /- ની ઊત્પાદ ખરીદી, ડેમો યુનિટ તરીકે રાખીને કરી શકો છો.

 
તકો
  • રિટેલ સ્ટોર્સ ખોલી શકો
  • માલનો સ્ટૉક રાખ્યા વિના વહેંચો, (ફક્ત ડેમો/નમૂના માટેનો એક એકમ રાખો)
  • તમારો પહેલો ધંધો શરૂ કરો

 તમને વેપારમાં સહયોગ માટે નીચે મુજબ સામગ્રીઓ મળશે 

 
  • ઑનલાઇન (ઈન્ટરનેટ પર) પ્રચાર માટે એક નાની વ્યક્તિગત વેબસાઇટ સાથેનું એક પ્રમાણપત્ર

  • હોમ સોલર પેનલ્સની કિંમત સૂચિ, તમામ ઉત્પાદનોની ઇન્સ્ટોલેશન (જોડાણ લગાડવાની) કીટ (સામગ્રી) પર 10 -15% સુધીની છૂટ

  • તકનીકી સપોર્ટ માટે વિઝિટિંગ (વ્યવસાયી ઑળખ) કાર્ડ અને સમર્પિત સેલ્સ મેન (વેચાણ સહાય વ્યક્તિ)

ડીલર બનવા અહીં ક્લિક કરો

 

સોલાર બિઝનેસ ડિસ્ટ્રિબ્યુટર ... શરૂઆતમાં ફક્ત રૂ. 5000 / - નું રોકાણ!

 
જો તમે પહેલેથી જ બીજા કોઈ વ્યવસાયમાં છો અને હજી પણ અન્ય વ્યવસાયની તક શોધી રહ્યા છો, તો તમે નવું સાહસ શરૂ કરવા ડીલરશીપ અથવા ડિસ્ટ્રિબ્યુટરશીપ લેવાનું પસંદ કરી શકો છો.

 
લાયકાતના ધોરણો

 
ડિસ્ટ્રિબ્યુટર બનવા માટે, તે આવશ્યક છે કે તમારી પાસે માન્ય જી.એસ.ટી., દુકાન અને સૌરનું જ્ઞાન હોવું જોઈએ. જે તમને આ કંપનીથી ઑનલાઈન પણ મળી જશે.

નોંધણી પછી, ડિસ્ટ્રિબ્યુટરને એક સપ્તાહની અંદર સ્થાનિક ડીલરો અને ગ્રાહકોને વિતરણ માટે રૂ. 1,00,000 / - નો સ્ટોક ખરીદવો જરૂરી છે. જો કે, રાજ્યની રાજધાનીના કિસ્સામાં, તે મૂલ્ય 3,00,000 / - રૂપિયા છે.

 
નીચે મુજબની સહાયક સામગ્રીઓ (સપોર્ટ મટિરીયલ્સ) તમને મળશે.

 

  • કંપનીની વેબસાઇટ પર ડિજિટલ પ્રમોશન અને વ્યવસાય સૂચિ માટે એક વ્યક્તિગત નાની વેબસાઇટ.

  • શહેર / જિલ્લા દીઠ માત્ર એક જ વિતરક હશે.

  • શહેરના તમામ ડીલરો, નજીકના ડિસ્ટ્રિબ્યુટર પાસેથી સામગ્રી ખરીદશે.

  • પ્રોડક્ટની જાહેરાત કરવા અને નવા ડીલરો બનાવવા માટે મળનારી માર્કેટિંગ સહાય

  • તમારા બધા તકનીકી પ્રશ્નોના જવાબો આપવા માટે એક સમર્પિત સેલ્સ મેન (વેચાણ સહાય વ્યક્તિ).

 

 ડિસ્ટ્રિબ્યૂટર બનવા માટે અહીં ક્લિક કરો

 

 યોગ્ય કુશળતા કેળવો અથવા કુશળ ટીમ રાખો

 ક્યાં તો તમારી પાસે વિદ્યુત જોડાણની મૂળભૂત સમજ હોવી જોઈએ અથવા તમારા વ્યવસાયનો ભાગ બનવા માટે ઇલેક્ટ્રિશિયન હોવું આવશ્યક છે

 સપાટી, છત, દિવાલ, ફેક્ટરી શેડ, જમીન વગેરે અને યોગ્ય રચના + સોલર પેનલ અને અન્ય સાધનોની ગોઠવણી વગેરેનો ઉપયોગ કરવા માટે સ્થાપક જોઈએ .

 
શું વેંચનાર અને વાપરનાર તેમજ આપણા દેશ માટે ખરેખર આ દાદાજીની સોગાદ નથી? 

 
સોલર ઇન્સ્ટોલર / સિસ્ટમ ઇન્ટિગ્રેટર / ઇપીસી કોન્ટ્રાક્ટર

 જો તમે ઇલેક્ટ્રિશિયન હોવ અને ઘરનું વાયરિંગ, એ.સી. કનેક્ટિવિટી જાણતા હો, અને તમને ઇન્વર્ટર અને બેટરીઓનું જ્ઞાન પણ હોય, તો પછી તમે સોલર ઇન્સ્ટોલર / સિસ્ટમ ઇન્ટિગ્રેટર / ઇપીસી કોન્ટ્રાક્ટર બનવાના વ્યવસાયની પસંદગી કરી શકો છો.

 

સૌર સેવા કેન્દ્ર 

જો તમે ફક્ત સર્વિસિંગ તરફ વધુ વલણ ધરાવતા હો, તો તમે આ સૌર કંપની સાથે જોડાઇને યોગ્ય સમજ મેળવી શકો છો. યાદ રાખો કે ભલે મર્યાદિત કાળજી જરુરી હોય તો પણ જે ગતિએ અને જથ્થામાં સોલાર જોડાણો લગાવાઈ રહ્યા છે, આવકની રસપ્રદ તકો ઊભી થઈ છે.

 
સોલર પેનલ ઉત્પાદક

 સોલર પાવર સિસ્ટમ ઇન્સ્ટોલેશનમાં ઘણાં ઘટકોની જરૂર છે જેમ કે સોલાર પેનલ, ઇન્વર્ટર બેટરી, પેનલ સ્ટેન્ડ, વાયર, ડીસી ડિસ્ટ્રિબ્યુશન બોક્સ વગેરે. જો તમને વેપાર-થી-વેપાર (B-to-B) વ્યવસાયમાં રસ છે, તો તમે સોલર પેનલોનું ઉત્પાદન શરૂ કરી શકો છો. સોલર પેનલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે, તમારે રૂ. 4 થી 5 કરોડ (લઘુત્તમ)ના રોકાણની જરૂર પડી શકે છે અને ધંધાને નફાકારક બનાવવા માટે, તમારી પાસે લગભગ 10 ગ્રાહકોનું હોવું જરૂરી છે કે જેમની સાથે વ્યવસાયિક કામગીરી સરળતાથી ચલાવી શકાય.

 

સોલર પ્રોજેક્ટ ડેવલપર

 સૌર ઉદ્યોગની અંદર ટર્નકી અને મોટા પ્રોજેક્ટ્સની રસપ્રદ તકો છે જેમાં ખાનગી અને સરકારી પ્રોજેક્ટ્સ અથવા ટેન્ડર શામેલ છે. આ તક માટે પ્રોજેક્ટ કાર્યવાહીની કાર્યક્ષમતાઓના સમગ્ર મેનેજમેન્ટ કરવા માટેની ઊંડી સમજણની જરૂરત પડે છે.

 
ઉપર વર્ણવ્યા પ્રમાણે, અન્વેષણ કરવાની વિવિધ તકો છે. અહીં એવી એક સંસ્થા છે જેણે ભારતમાં વર્ષ 2018 માં તેની કામગીરી શરૂ કરી હતી અને નવીનતમ તકનીકી વાળા અદ્યતન ઉત્પાદનો સાથે ઘરની સોલર કેટેગરીની જરૂરિયાતોને પૂરી પાડી રહી છે, સરળ ઈન્સ્ટોલેશન પદ્ધતિઓ દ્વારા હોમ ડિલિવરી પણ સુનિશ્ચિત કરી છે.

ભારતભરના 60,000 થીય વધુ ઘરો અને 2500 થીય વધુ રી-સેલરો સાથે, આ સંસ્થા ભારતીય બજારમાં નવીનતમ અને શ્રેષ્ઠ તકનીકી ઉત્પાદનો રજૂ કરી રહી છે અને સૌર સંચાલિત ઊર્જા પ્રણાલીમાં શ્રેષ્ઠ પસંદગીનું સ્થાન પામી છે.

વધુ જાણવા માટે, તમે દર શનિવારે 10-11 વાગ્યે ઑનલાઇન સત્રમાં મોબાઇલ ફોન / લેપટોપ દ્વારા જોડાઇ શકો છો.

રૂ. 0 થી પણ વેપાર કરવાની તક આ સંસ્થા આપે છે... કઈ રીતે ? માર્કેટીંગ કરીને... વધુ માહીતી તમે ઉપરોક્ત લિન્કો પરથી કે શનિવારના ઑનલાઈન સત્રમાં જોડાઈને મેળવી શકો છો. તમે જોશો કે તમારી ઓનલાઇન નોકરી, ઓનલાઇન આવક, ઘરેથી કામ કરવા અથવા ઓનલાઇન પૈસા કમાવવા અને મોબાઇલ દ્વારા કમાણી કરવાની તમારી બધી શોધખોળ સૌથી વધુ કિંમતી મુકામ પર આવી ગઈ છે.


તેથી દોસ્તો, નિવાસી અને બિન-નિવાસી ભારતીયો, ચાલો દાદાજીની આ કાયમી સોગાદ વહેંચણીમાં ભાગ લઈએ અને આપણા દરેકના પાકીટ અને આપણી પૃથ્વીને તંદુરસ્ત રાખીએ!

આ પોસ્ટને તમારા તમામ સંપર્કોને શેર કરવા વિનંતી કે જેથી ખરેખર જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચીને જ રહે.


એ... આવજો,

ઉજ્જ્વલ વૈષ્ણવ


For ENGLISH readers 
For HINDI readers 





Other Trending Topics




                                My YouTube Channel








No comments :

//